Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Activity Of Temple

શ્રી ઉમાધામ ગાંઠીલા

વિવિધ પ્રવૃત્તિઓ

૧. આદર્શ લગ્ન અભિયાન

અહી મંદિર ટ્રસ્‍ટ સમાજને ખોટા આર્થિક ખર્ચમાંથી બહાર લાવવાના ભવ્ય પ્રગતિમાં છે. રોજના બે લગ્ન સવારે અને બે લગ્ન બપોર બાદ થાય છે. આ લગ્ન મંદિર ટ્રસ્‍ટ તરફથી નિ:શુલ્ક થાય છે.બંને વર – કન્યા પક્ષના ૫૧-૫૧ સભ્યોને ચા-પાણી નાસ્તો જમવાનું નિ:શુલ્ક અપાય છે. કન્યાને જરૂરી કરિયાવર, પાનેતર વિગેરે પણ મંદિર તરફથી અપાય છે.

આ ઉપરાંત શ્રી ઉંઝા તથા સિદસર મંદિર પ્રેરિત વસંત પંચમી તથા અખાત્રીજનાં મોટા પાયે સમૂહ લગ્ન પણ યોજવામાં આવે છે.

૨. ભોજન પ્રસાદ

શ્રી ઉમાધામ ગાંઠીલામાં જ્ઞાતિબાધ વગર કોઈપણ યાત્રાળુને બપોરનો ભોજન પ્રસાદ નિ:શુલ્ક અપાય છે અને ૧૧:૩૦ સુધીમાં નોંધ કરાવી પાસ મેળવી લ્યે તેઓને નિ:શુલ્ક પ્રસાદ અપાય છે. હાલ મંદિરમાં અંદાજીત સરેરાશ રોજના ૩૦૦ યાત્રાળુ પ્રસાદ લે છે. રવિવારે કે રજામાં ૫૦૦ થી ૭૦૦ યાત્રાળુ આવે છે. અંદાજીત જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારમાં ૩,૦૦૦ જેટલા યાત્રાળુ રોજ પ્રસાદ લે છે.
આ ઉપરાંત જે યાત્રાળુ રાત્રી રોકાણ કરે છે તેની પણ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા રહે છે.

૩. ગાયત્રી યજ્ઞ

દર રવિવારે આ મંદિરમાં યજ્ઞ કુટિરમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે.જેમાં યજમાન તરીકે વહેલા તે પહેલાના ધોરણે નિ:શુલ્ક સુવિધા અપાય છે. તમામ યજ્ઞનો ખર્ચ મંદિર ભોગવે છે. છેલ્લા ત્રણ વર્ષથી અતૂટ તમામ રવિવારે આ હવનયજ્ઞ ચાલુ રહે છે.

૪. પૂનમ દર્શન યાત્રા

દર પૂનમના દિવસે દર્શન યાત્રામાં યાત્રાળુઓ શ્રધ્ધાથી આવે છે. તેમને ચા-પાણી, નાસ્તો, જમવાનું નિ:શુલ્ક અપાય છે.

૫. પદયાત્રા

દર શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારે જૂનાગઢથી ગાંઠીલા પદયાત્રા યોજાય છે.જેમાં ૨૦૦૦ થી ૩૦૦૦ યાત્રાળુ આવે છે. જેમને નિ:શુલ્ક પ્રસાદ આપવામાં આવે છે. તેમજ સમગ્ર રસ્તા ઉપર તેમજ મંદિરે સતત માતાજીના ગરબા, સ્તૃતિઓથી આખું ધાર્મિક વાતાવરણ ઉભુ કરવામાં આવે છે.

૬. રાસ ગરબા મહોત્સવ

નવરાત્રીના પ્રથમ નોરતે કાયમી રાસ ગરબા રાખવામાં આવે છે. જેમાં ઘણી બધી બહેનોટુકડીઓમાં ભાગ લે છે.

૭. પાટોત્સવ

શ્રી ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ દર વર્ષે ૧૮ થી ૨૦ એપ્રિલ વચ્ચે યોજાય છે જેમાં હવન યજ્ઞ, ૧૧ કુંડી હવન, સામાજિક શૈક્ષણિક સંમેલન જેવી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત યુવા સંમેલન, મહિલા સંમેલન, કૃષિ અને ઔદ્યોગિક સંમેલન પ્રદર્શનો પણ ગોઠવાય છે. જેમાં ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ માણસો લાભ લે છે.

૮. દર શ્રાવણ માસનાં ભજન કીર્તન

દર શ્રાવણ માસ માં આખો માસ દરરોજ રાત્રે સમુહ ધુન ભજન કીર્તન કરવામાં આવે છે. જેનો લાભ રાત્રી સમયે રોકાયેલ દર્શનાર્થીઓ પણ માણે છે.

૯. ગણેશ ઉત્સવ

દર વર્ષ ગણેશ ચોથ નાં દિવસથી લઈ ને પ દિવસ સુધી ગણેશ સ્થાપન પુજન તથા મહોત્સવ યોજવામાં આવે છે.

૧૦. ખાનગી લગ્નો

આ મંદિર ટ્રસ્‍ટ ખાનગી વ્યક્તિગત લગ્ન માટે પણ શ્રી માતાજીના સાનિધ્યમાં વ્યવસ્થા આપે છે. જેમાં રોજના બે લગ્નની સુવિધા ઉપલબ્ધ થાય છે. તેમાં મેન્ટેનના ચાર્જ તથા દાન વ્યવસ્થા ચાલે છે. બે સંકુલ ઉપલબ્ધ છે. ૧.શ્રી ગોરધનભાઈ રવજીભાઈ ફળદુ સંકુલ ૨.શ્રીમતિ લાભુબેન ડાયાભાઈ ઉકાણી સંકુલ જેમાં દેશ અને દુનિયાથી માણસો અહી લગ્ન કરવા આવે છે.

૧૧. શ્રી ઉમા રમતોત્સવ ભાઈઓ બહેનો –

શ્રી ઉમિયા માતાજી મંદિર પટાંગણમાં શ્રી ઉમા રમતોત્સવ દર વર્ષે ભાઈઓ-બહેનો માટે યોજાય છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના ભાઈઓ-બહેનો, શૈક્ષણિક સંકુલો, છાત્રાલયો ભાગ લે છે.જેમાં પ્રવેશ નિ:શુલ્ક હોય છે. ભાગ લેનારની રહેવા-જમવાની બધી જ વ્યવસ્થા અપાય છે. અંદાજીત ૧૫૦૦ ભાઈઓ-બહેનો ભાગ લે છે.

૧૨. મેરેજ બ્યુરો વેબ સાઈટ –

આ મંદિરે સમગ્ર ગુજરાતમાં સમાજના મેરેજ બ્યુરોને સાંકળી ઓન લાઈન મેરેજ બ્યુરો વેબસાઈટ ઉભી કરી છે. જેમાં તમામ મેરેજ બ્યુરો તે વેબસાઈટ વાપરી શકે છે. તેનો તમામ ખર્ચ મંદિર ભોગવે છે. માત્ર મેરેજ બ્યુરો પોતાનું વ્યવસ્થા ખર્ચ સ્થાનિક લે છે. જેમાં નોંધાવતા યુવક – યુવતીને ઘેર બેઠા સમગ્ર વિશ્વના ડેટા મળી શકે છે.

આમ મંદિર વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક પ્રવૃતિઓ કરી રહ્યું છે. આ ઉપરાંત સરકારશ્રીની જુદી- જુદી યોજનાઓનો પણ સમાજને માહિતી માર્ગદર્શન પૂરું પાડી લાભ અપાવે છે.

શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઉંઝા કે વડુ મંદિર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસર જે પ્રવૃત્તિ હાથ ધરે તે ઝુંબેશના રૂપમાં આ મંદિર ટ્રસ્‍ટ ઉપાડી લે છે.

૧૩. કંકુ પડો –

કોઇપણ કુટુંબની લગ્ન કંકોત્રી મંદિરે મળતા તેમને કંકુ પડો માતાજીના આશીર્વાદરૂપ પ્રસાદી મોકલાય છે.

૧૪. પાવડી પૂજા

કોઈપણ પરિવારને માતાજી નાં મંદિર માં પાવડી પૂજા કરાવવી હોય તો તેની વ્યવસ્થા આપવામાં આવે છે.