About Umiya Mataji
સોરઠની પવિત્ર ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન થયું. આ વાત ચોમેર વાયુવેગે ફરી વળી. ચોતરફથી હજારો ભાવીકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા,શ્રી નાનજીબાપાના પિતાશ્રી જીવાબાપાએ પોતાની ર૦ વિધા જમીનમાંથી મંદિર ને જોઈએ તેટલી જમીન વિના મૂલ્યે આપવાની તૈયારી દર્શાવી. પરંતુ ભગતબાપાની આર્થીક સ્થિતિ ધ્યાન માં લઈ આગેવાનોએ પ વિધા જમીન રૂા.૧પ હજારમાં નકકી કરી. ગામના આગેવાન શ્રી મહિદાસ બાપાના પ્રમુખપદે ટ્રસ્ટની સ્થાપના થઈ. કેશોદના ડાહ્યાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને નાનું એવું મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.કેટલાંક વૃક્ષોવાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવવામાં આવ્યું. સોરઠ પ્રદેશના ઉમાવંશી પરિવારોએ માં ઉમાના પ્રાગટયને હરખ ભેર વધાવ્યું.