Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

DONATION / POOJA VIDHI

શ્રી ઉમાધામ ગાંઠીલા

મંદિરની કાયમી દાન યોજનાઓ

૧. આજીવન સેવા દાતાશ્રી રૂ.૫૦,૦૦૦/-

શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાના સામાન્ય સભ્ય પણ દાતા બની શકે તે માટે આ આજીવન દાન યોજના છે. જેમાં રૂ.૫૦,૦૦૦/-નું દાન લખાવી ૨૦ વર્ષ માટે યોજનાનો લાભ લઇ શકે છે. ૧. આદર્શ લગ્ન દાતા – દર વર્ષે ૧ આદર્શ લગ્નના દાતા તરીકે, ૨.સ્મૃતિ થાળ – દર વર્ષે ૧ સ્મૃતિ થાળ પસંદગીની તારીખે/તિથીએ ધરવામાં આવે છે. ૩. તિથી ભોજન – દર વર્ષે ૧ પસંદગીની તારીખ/તિથીએ તિથી ભોજન અપાય છે. ૪. મંગળા આરતી – દર વર્ષે ૧ પસંદગીની તારીખે/તિથીએ ધરવામાં આવે છે. આ બધા લાભ
એક જ દાનથી ૨૦ વર્ષ સુધી દાતાશ્રી ને અપાય છે અને મંદિરમાં સ્મૃતિ ભવનમાં આજીવન તકતી તેમના નામની રહે છે.

૨. આદર્શ લગ્ન દાતાશ્રી રૂ.૫૦૦૦/-

કોઈપણ દાતા મંદિર તરફથી લગ્નના દાતા બની શકે છે. એક લગ્ન નાં દાતા તરીકે રૂ. ૫૦૦૦/- દાન આપ્યે થી આ લાભ લઈ શકે છે.

૩. આજીવન તિથી ભોજન દાતાશ્રી રૂ.૫૦૦૦/-

કોઈપણ દાતા પોતાના પરિવાર નાં કોઈપણ સભ્ય માટે આજીવન તિથી / તારીખ લખાવી અને આજીવન તિથી ભોજન દાતા બની શકે છે. તે દિવશે ભોજન તેમના નામથી પીર્શાય છે. એન તે દિવસનો પ્રસાદ તેમની ધરે મોકલી અપાય છે.

૪. આજીવન સ્મૃતિથાળ દાતાશ્રી રૂ.૧૦૦૦/-

કોઈપણ દાતા પોતાના પરિવાર નાં કોઈપણ સભ્યની સ્મૃતિ માટે આજીવન તિથી / તારીખ લખાવી અને આજીવન સ્મૃતિ થાળ દાતા બની શકે છે. તે દિવશે માતાજી ને તેમના નામથી થાળ ધરવામાં આવે છે. એન તે દિવસનો પ્રસાદ તેમની ધરે મોકલી અપાય છે.

૫. આજીવન મંગળા આરતી રૂ.૧૦૦૦/-

કોઈપણ દાતા પોતાના પરિવાર નાં કોઈપણ સભ્યનાં નામે આજીવન મંગલા આરતી માટે આજીવન તિથી / તારીખ લખાવી અને આજીવન મંગલા આરતી દાતા બની શકે છે. તે દિવશે માતાજીની મંગલા આરતી તેમના નામથી કરવામાં આવે છે. એન તે દિવસનો પ્રસાદ તેમની ધરે મોકલી અપાય છે.

આ તમામ દાન યોજનામાં મંદિર તરફથી તેમની તારીખ તિથીને આગલે દિવસે જાણ કરાય છે અને દાતાશ્રી ન આવી શકે તો તેમની તિથી સંપન્ન થયે માતાજીની કંકુ પ્રસાદી મોકલી પત્ર થી જાણ કરવામાં આવે છે.
ખાસ નોંધ:- આ મંદિર ને શ્રી ઉમા ચેરીટેબલ ટ્રસ્‍ટ હેઠળ અપાતુ દાનને ૮૦ જી હેઠળ ઇન્કમટેક્ષમાં ભારત સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવેલ છે.
કોઈપણ પરદેશ રહેતા પરિવારો વિદેશથી સીધુ દાન તે દેશ નાં ચલણથી આપી શકે છે, કે મોકલી શકે છે અને તે દાન સ્વીકારવા માટે આ ટ્રસ્ટને ભારત સરકાર દ્વારા એફ. સી. આર. એ. હેઠળ અધિકાર મળેલા છે.