Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Pragtya Katha

શ્રી ઉમાધામ ગાંઠીલા

PRAGATYA KATHA OF UMIYADHAM – GATHILA

સમય ક્યારેય કોઇની રાહ જોવા થોભતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કર્યે જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થંભતો નથી. એવી જ રીતે યોગીઓ – જોગીઓનાં પુણ્યબળે સીંચાયેલ ગરવા ગીરનારની ગોદમાં ઓઝત નદિ નાં કાંઠે આવેલ ગાંઠીલા ગામ ભવિષ્યમાં એક સુવર્ણયુગ પ્રગટાવવાનું નિમિત્ત બનશે, તે પણ કોણ જાણતું હતું!

ઘણાં ચમત્કારો અને અલૌકિક ઘટનાઓ વિશે આપણે સાંભરતા હોઈએ છીએ. આવાદિવ્યપ્રસંગો કોઈ ધન્ય ઘડીએ કે ધન્ય સ્થળે જ થતા હોય છે, અને ત્યારથી જ તે ક્ષણ-કણ ઇતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરી લેતાં હોય છે. કંઇક આવી જ ઘટનાઆજથી લગભગ પચીસ વર્ષ પહેલા બનેલી સૌરાષ્ટના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઓઝત નદિના કિનારે આવેલ ગાંઠિલા ગામના જીવાબાપા જાગાણી (ભગત) ના પરીવારમાં જન્મેલા શ્રી નાનજીબાપા પણ દ્ાર્મપારાયણ સંસ્કારવારસો પામીને “ભગત’ તરીકે જ ઓળખાયા
. નબળી આથિક સ્થિતિ હોવા છતા પોતાના કામઘંઘામાં ઘ્યાન ન આપતા સાઘુ-સંતો અને ગરીબોની સેવામાં ભકિતપારાયણ જીવન જીવતા શ્રી નાનજીબાપાને સં.૨૦૩૩ ના વર્ષની કોઈ એક રાત્રીએ મા ઉમિયાજી સ્વપ્નમાં આવ્યા. ભાગવદ્‌ સ્વભાવના શ્રી નાનજીબાપાએ આ બાબત ગંભીરતાથી ન લીઘી . પરંતુ ત્યાર બાદ અવારનવાર માતજી તેમને સ્વપ્નમાં આવવા લાગ્યા . સ્વપ્નમાં ભગત સાથે વાર્તાલાપ કરતા માતજીએ પ્રગટ થવાની ઈચ્છા દર્શાવી.

આ હકીકત ૧૦૦-૨૦૦ વર્ષ પહેલા બની હોત તો હરકત ન હોત .આજના આઘુનીક યુગમાં (આશરે રપ વર્ષ પહેલા)આવી વાત કોઈ માનશે નહી , એમ માનીનાનજીબાપાએ આ વાત કોઈને કહી નહી .પરંતુ સદાયના મોજીલા રશેનારા નાનજીબાપાએ આ ઘટનાબાદ ઉદાસ રહેવા લાગ્યા. ગામના આગેવાનો તથા પરિવારના સભ્યોની સતત પછપરછને અંતે બાપાએઉદાસીનુ કારણ અને સ્વપ્નની હકિકત સૌને જણાવી . ગામના આગેવાનો શ્રી મહિદાસબાપા, નાનજીબાપા કમાણી , દેવજીભાઈ લાડાણી વિગેરેનો સઘિયારો મળ્યા , હવે માતાજી સ્વપ્નમાંઆવે ત્યારે પ્રગટયની અનુમતી આપી , સ્થળ-સમય ની નિશાની માંગી લેજો. એકાદ અઠવાડિયા બાદ માતાજી હરીથી સ્વપ્નમાં આવી, ચોકકસદિવસ, સમય અને સ્થળની નિશાની આપી ગયા. વિજયા દસમીનો દિવસ. જગદંબાની સ્તુતીનીનવરાત્રીના પૂણ્ય સ્વરૂપે જ માતાજીએ પ્રાગટયદિવસ પસંદ કર્યો શ્રી નાનજીબાપા તથાગામના અન્ય આગેવાનો અને ૧૫-૨૦ યુવાનોને માતાજીએ માતાજીએ સુચવેલા સ્થળે નાનજીબાપાનાખેતરની ઉતર દિશાના શેઢા ઉપર બાવળ-બોરડીના ઝાળા વચ્ચે કંકુનો સાથિયો અને
સોપારીનીનિશાની જોવા મળી . માતાજીએ સુચવેલા મહુરતે ઝાળી-ઝાખરા દુર કરી, ખોદકામ કરતા લાલચુંદડીના દર્શન થયા. ચુંદડીનું આવરણ ઓઢી સ્વયં જગદંબા-જગજનની માતા ઉમિયા પ્રગટ થયા.ભગતબાપાએ ચુદડીનું આવરણ ખસેડતા જ ચોમેર તેજપુજ છવાઈ ગયો . માતાજીની મૂર્તિ સમે મીટ માંડતાજ આંખો અજાઈ જાય તેવુ.તેજોમય સ્વરૂપ ત્યાં ઉભેલા સૈને જોવા મળ્યુ . માં ઉમિયાનો જય-જયકાર કરી સૌ આનંદનીઅભિવ્યકિત કરવા લાગ્યા, સોરઠની પવિત્ર ઘરતી પરઆ હતું મા ઉમિયાનું પ્રાગટય તુરત જ ત્યાં
ઓટલો બનાવી માતાજીનું સ્થાપન કર્યું .આ વાતચોમેર વાયુવેગે ફરી વળી . ચોતરફથી હજારો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા.શ્રી નાનજીબાપાનાં પીતાશ્રી જીવબાપાએ પોતાની ૨૦ વિઘા જમીનમાંથી મંદિર માટે જોઈએએટલી જમીન વિનામૂલ્યે આપવા તૈયારી બતાવી .પંરતુ ભગતબાપાની આથિક સ્થિતિ ઘ્યાનમાંલઈ આગેવાનોએ પ વિઘા જમીન રૂ.૧૫,૦૦૦ માં નકકી કરી .ગામના આગેવાન શ્રી મહિદાસબાપાનાંપ્રમુખપદે ટ્રસ્ટની રચના કરી. કેશોદના શ્રી ડાયાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા.અને નાનું સરખું મંદિર બનાવી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી.

૧૦૮૩ માં સમગ્ર સોરઠ વિસ્તારને ઘમરોળી નાખતા ભયંકર વાવાઝોડા અને હોનારતમાં ઓઝત નદિના કાંઠે આવેલ આ મંદિર તથા માતાજીની મૂર્તિ નદિના પ્રવાહમાં તણાઈ ગાયા. માતાજી જાણે આશ્વાસન આપતા હતા કે……. તમારા સુખે સુખી , તમારા દુ:ખે દુ:ખી જુઓ , મારૂ પણ ઘર તણાયુંછે. ભગત તથા અન્ય શ્રઘ્ઘાળુઓ ઉદાસ થઈ ગયા . માતા વિના સુનો સંસાર! આખા વિસ્તારમાં ખુબ શોઘ ખોળ કરતા પણ મુર્તિ હાથમાં ન આવી. ભગતનું હદય વલોપાત કરતું હતું. માતાજી વિના તેઓ અર્ઘપાગલ જેવા બની ગયા.
પાંચેક મહિનાની કસોટી બાદ માતાજી ફરીથી ભગતના સ્વપ્નમાં આવ્યા . ભગતની હાલત તેનાથી અજાણી કયાંથી હોય! ભગતને આશ્વાસન આપતા કહયુ કે, બેટા હું તારાથી દુર ગઈ જ નથી. હું તારા ખેતરના આથમાણા શેઢેજ છુ. ફરીથી નિશાની આપતા ગામના આગેવાનો તથા ટ્રસ્ટના તે વખતના ચેરમેન શ્રી નારણભાઈ મકવાણા , શાપુરની હાજરીમાં કંકુ-સોપારીની નિશાની વાળી જગ્યાએ ખોદકામ કરતા માતાજીની એજ મૂર્તિ ફરીથી મળી આવી. મોટી સંખ્યામાં ભકતજનોની હાજરીમાં વાજતે ગાજતે ફરીથી માતાજીનું મુળ જગ્યાએ પૂન:સ્થાપન થયું.