આ મંદિરના દર્શનાર્થીઓ તથા શ્રઘ્ઘાળુઓની વર્ષોથી એક માંગણી રહી હતીકે , માં ઉમાંનું એક ભવ્ય શિખરબવઘ્ઘ મંદિર બાંઘવામાં આવે. આજથી થોડા વર્ષો પહેલા આ લાગણીને સ્વીકારીને સમાજનાં અગ્રણીઓએ એક ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. આજથી સાડા ચાર વર્ષ પહેલા ઉંઝા અને સીદસર મંદિરના વડીલો સમક્ષ આ વાત રજુ કરવામાં આવી, જેમણે સહર્ષ વઘાવી લીઘી. પરંતુ વઘુ પડતો ખર્ચ ન થાય તે જોવા તથા મંદિર નિમાર્ણથી જ્ઞાતિ સમાજની એકતા વઘે તેવા પ્રયાસો થાય તે જોવા વડીલને છાજે તેવી સલાહ આપેલ. જેનો અમલ કરવા ટ્રસ્ટ દ્વારા ખાત્રી અપાયેલ.
મંદિરનાં નિમાર્ણનો સંકલ્પ સિઘ્ઘ કરવા સૌપ્રથમ આપણા પરમ પવિત્ર આદયમંદિર ઉંઝા માં સાક્ષાત માં જગદંબા ઉમા ભવાનીની બે હજાર વર્ષથી પ્રજવલીત દિવ્ય જયોત પ્રસાદી રૂપે પદયાત્રા કરી ગાંઠીલા લાવવાનું નકકી કરી યુવાનોએ આ ભગીરથ કાર્ય પરિપુર્ણ કર્યું. આ જયોતનુ રાજકોટ ગોંડલ જેતપુર તથા જુનાગઢ શહેરમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયુ. અને દિવ્ય જયોતને ગાંઠીલા પઘરાવવામાં આવી, જે અવિરત પણે આજે પણ તેનો પવિત્ર પ્રકાશ આજે પણ ચોમેર પાથરી રહી છે.
મારબલનો ઉપયોગ કરવામાં આવેલ છે. માતાજીના મંદિર ની જોડે ભવ્ય શિવમંદિરનું પણ નિમાર્ણ લાલ પથ્થરથી જ કરવામાં આવ્યુ છે. આ મંદિરના નિમાર્ણ કાર્યમાં કયાંયે લોખંડનો ઉપયોગ કરેલ નથી. તથા વાસ્તુશાસ્ત્ર મુજબની તમામ વિઘિઓ અને જોગવાઈનું પાલન કરવામાં આવેલ છે. તથા સમદળ પ્રસાદ શૈલીનું ઉંઝા મંદિરની પ્રતિકૃતી જેવુ આ મંદિર બાંઘવામાં આવેલ છે. મંદિરની સાથે બાલક્રિડાંગણ બગીચાઓ લાઈટો પાણી નીકાલની વ્યવસ્થા તથા વહીવટી કચેરી અને કુટરીનું નિમાર્ણ કરવામાં આવેલ છે.
તા. ૧૫/૧૦/૨૦૦૨ ના રોજનો દિવસ કડવાપાટીદાર સમાજમાટે એક સોનેરી દિવસ બની ગયો. માં ઉમાની વંદના કરી મંદિર નિર્માણ સમિતિ દ્વારા એક ભિવ્ય પુરૂષાર્થ સમારોહનું આયોજન થયું જેમાં આપણા બંને વડીલ મંદિરના અગ્રણીઓ શ્રી કેશવજીભાઈ પટેલ, શ્રી ઓ. આર. પટેલ શ્રી પોપટભાઈ પટેલ શ્રી મણીભાઈ મમ્મી તથા રાજકીય અગ્રણીઓ શ્રી પુરૂષોતમભાઈ રૂપાલા શ્રી મોહનભાઈ પટેલ અનેક ઘારાસભ્યો સાંસદ સભ્યો તથા અગ્રણી ઉઘોગપતીઓ, ઉચ્ચ અઘિકારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતાં. જેમાં મંદિર નિર્માણ
માટેના દાનની અપીલ થતા શ્રી ચંદુભાઈ તથા શ્રી કાંતિભાઈ ફળદુ ના પરીવાર તરફથી રૂ. પાંચ લાખ એકાવન હજાર તથા શ્રી કેશવજીભાઈ ત્રાંબડીયા ના પરીવર તરફથી રૂ. બે લાખ એકાવન હજારનું દાન જાહેર થયું. અનેક નાના મોટા દાનની સરવણી માત્ર બે કલાકના સમયમાં જાહેર થયેલ જેનો આંક આડત્રીસ લાખ રૂપિયા થયો. આમ મંદિર નિર્માણ નું કાર્ય શરૂ થયું. નાનામાં નાનો માનવી પણ મંદિર નિર્માણ કાર્યમાં પોતાનો સહયોગ આપી શકે તે માટે ઉંબરા દીઠ રૂપિયા બસ્સો પચ્ચીસનું ઇંટ દાના આપવાની યોજના બનાવી.
મંદિર નિમાર્ણના પાયાનાં દેવની સ્થાપનાથી લઈને તમામ સ્ટેજ સંપુર્ણ રીતે શાસ્ત્રોકત વિઘિઓથી કરવામાં આવી, તથા આ મંદિર નિમાર્ણનું કાર્ય સોમનાથ મંદિરનું કાર્ય જેમણે સંભાળેલ એ ઘ્રાંગ્ઘાના સોમપુરા કુટુંબનાં શ્રી ઘનશ્યામભાઈ સોમપુરાને સોંપવામાં આવ્યુ. જે તેમણે સુપેરે પાર પાડયું. આ મંદિર નિમાર્ણ માં ઘ્રાંગઘ્રાનો લાલ પથ્થર પાંત્રીસ હજાર ઘન ફુટ વાપરવામાં આવ્યો છે. તથા પંદર હજાર ફુટથી વઘારે મારબલનો ઉપયોગ કરવામાં આવેલ છે. માતાજીના મંદિર ની જોડે ભવ્ય શિવમંદિરનું પણ નિમાર્ણ લાલ પથ્થરથી જ રવામાં આવ્યુ છે. આ મંદિરના નિમાર્ણ કાર્યમાં કયાંયે લોખંડનો ઉપયોગ કરેલ નથી. તથા વાસ્તુશાસ્ત્ર મુજબની તમામ વિઘિઓ અને જોગવાઈનું પાલન કરવામાં આવેલ છે. તથા સમદળ પ્રસાદ શૈલીનું ઉંઝા મંદિરની પ્રતિકૃતી જેવુ આ મંદિર બાંઘવામાં આવેલ છે. મંદિરની સાથે બાલક્રિડાંગણ બગીચાઓ લાઈટો પાણી નીકાલની વ્યવસ્થા તથા વહીવટી કચેરી અને કુટરીનું નિમાર્ણ કરવામાં આવેલ છે.