સમગ્ર સમાજના સહીયારા પ્રયાસ અને સહકારથી આ મંદિર યાત્રાળુઓ માટે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ કરી શક્યું છે.
૧. શ્રી પોપટભાઈ એન. કણસાગરા અતિથી ભવન
યાત્રાળુઓ માટે ૪૮ રૂમની સુવિધા સાથેનું ફર્નીચર સહિતનું યાત્રાળુના ઉતારા માટે અતિથી ભવન છે. જેમાં ૧૫ એસી રૂમ છે અને ૩૩ નોન એસી રૂમ છે. જેમાં ૨ બેડ, ૪ બેડ, ૬ બેડની પણ વ્યવસ્થા છે.
૨. શ્રી ઓ.આર.પટેલ મલ્ટીપર્પઝ હોલ
૧. ભોજનાલય – અહી યાત્રાળુઓ માટે એક સાથે ૧૦૦૦ માણસો જમી શકે તેવું ભોજનાલય છે.
૨. લગ્ન હોલ – મંદિરની પ્રવૃત્તિ, સેમીનાર, લગ્ન માટે ઉપયોગ થાય તેવો હોલ પણ છે. જેમાં અંદાજે ૧૦૦૦ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
૩. આદર્શ લગ્ન હોલ
મંદિરની એક મહત્વની પ્રવૃત્તિ આદર્શ લગ્ન પ્રવૃત્તિ જેમાં મંદિર તરફથી રોજના ૪ લગ્ન આદર્શ લગ્ન થઇ શકે તેવી સુવિધા છે. ૨ લગ્ન સવારે અને ૨ લગ્ન સાંજે વર – કન્યા બંને પક્ષના ૫૧-૫૧ સભ્યોને ચા-પાણી, નાસ્તા જમવાની તમામ સુવિધા તેમજ જરૂરી કન્યાનો કરિયાવર દાતાઓના સહકારથી આ લગ્ન અભ્યાનમાં નિ:શુલ્ક અપાય છે.
૪. શ્રીમતિ લાભુબેન ડાયાભાઇ ઉકાણી રંગમંચ
અહી એક આદર્શ રંગમંચ – ચાર એસી રૂમ ગ્રાઉન્ડ ફલોરમાં તેમજ પહેલા માળે ૨ બેડ રૂમની સુવિધા છે.
પ. જીવનભાઈ ગોવાણી તથા કરમણભાઈભાઈ ગોવાણી એસી હોલ તથા ભોજનાલય
૬. યજ્ઞ કુટીરો – ઓઝત નદીને કાંઠે યજ્ઞ કુટીરો પણ ઉભી કરવામાં આવી છે.